આરોપી રક્ષિત ચોરસિયાએ કરી જામીન અરજી, પોલીસ અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે

Vadodara: વડોદરામાં કારેલીબાગ ખાતે હિટ એન્ડ રન કેસમાં 8 લોકોને અડફેટે લઈ અકસ્માત કરનાર રક્ષિત ચોરસિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે આરોપી રક્ષિત ચોરસિયાએ જામીન અરજી કરી છે. રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી આઠ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર FSLમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે હવે રક્ષિત ચોરસિયાએ જામીન અરજી કરી છે. જોકે, પોલીસ કોર્ટમાં અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે. કોર્ટમાં જામીન અરજી અંગેની સુનાવણી સોમવાર 21 એપ્રિલે હાથ ધરાશે.

આ પણ વાંચો: કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર નથી… પાકિસ્તાનની વધુ એક નફ્ફટાઈ આવી સામે

નોંધનીય છે કે, રક્ષિત ચોરસિયાને ગાંજાનો નશો કરવા મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ હતી. બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો હતો. આ સિવાય રિપોર્ટમાં રક્ષિત અને પ્રાંશુ સાથે સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું.