આગામી 7 દિવસ હિટવેવની શક્યતા નહીં, માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ હિટવેવની શક્યતા નહીં. 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ 48.3 ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું છે. આગામી બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.