ગત વર્ષ કરતાં વાહન અકસ્માતમાં 10 ટકાનો વધારો, અમદાવાદ અવ્વલ

અમદાવાદઃ રાજ્યમાં વાહનચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ વાહન અક્સ્માતથી થતી ઇજાના કેસમાં 10%નો વધારો થયો છે. ચાલુ વર્ષે માર્ગ અકસ્માતના 52 હજારથી વધુ કેસ નોંધાયા છે.
1 જાન્યુઆરીથી 16 એપ્રિલ સુધીમાં 52,243 કેસ નોંધાયા છે. 105 દિવસમાં ઇમરજન્સી સેવા 108 દ્વારા 52 હજારથી વધુ લોકોને માર્ગ અક્સ્માત બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8512 વ્યક્તિઓને અકસ્માતમાં થઈ ઇજા હતી.
અકસ્માતમાં સૌથી વધુ ઇજા મામલે સુરત બીજા સ્થાને છે. જ્યારે વડોદરા ત્રીજા, રાજકોટ ચોથા અને ગાંધીનગર પાંચમા સ્થાને છે. ડાંગ જિલ્લામાં અક્સ્માતથી થતી ઇજાઓના કેસમાં 31%નો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે 300 વ્યક્તિઓને માર્ગ અકસ્માતમાં ઇજા પહોંચી છે.
ક્યાં કેટલા અકસ્માત નોંધાયા?
જિલ્લો | 2024 | 2025 | વધારો |
અમદાવાદ | 8093 | 8512 | 5.18% |
સુરત | 5144 | 5757 | 11.92% |
વડોદરા | 3302 | 3643 | 10.33% |
રાજકોટ | 2438 | 2794 | 14.60% |
ગાંધીનગર | 1732 | 1826 | 5.43% |
વલસાડ | 1512 | 1731 | 14.48% |
પંચમહાલ | 1454 | 1643 | 13% |
દાહોદ | 1374 | 1594 | 16.01% |
બનાસકાંઠા | 1456 | 1543 | 7.35% |
ભાવનગર | 1557 | 1542 | -0.96% |
આણંદ | 1304 | 1534 | 17.64% |
કચ્છ | 1421 | 1458 | 2.60% |
રાજ્યમાં કુલ | 47679 | 52243 | 9.57% |