MI vs SRH:ટ્રેવિસ હેડ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બનાવશે ડબલ રેકોર્ડ

IPL 2025 માં 17 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો થશે. બંને ટીમો પોતપોતાની પાછલી મેચ જીતીને આવી રહી છે. છેલ્લી મેચમાં મુંબઈને દિલ્હીને હાર આપી હીત જ્યારે હૈદરાબાદે પંજાબની ટીમની હાર આપી હતી. . હૈદરાબાદનો ઓપનર ટ્રેવિસ હેડ આજની મેચમાં નવો રેકોર્ડ બનાવી શકે છે.
HEAD 🫂 ROHIT….!!!!
– Travis Head talks about the Greatness of Indian Captain Rohit Sharma 🇮🇳 pic.twitter.com/bfEYFnTJmD
— Johns. (@CricCrazyJohns) April 17, 2025
આ પણ વાંચો: BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે મોટી તૈયારીઓ કરી રહ્યું છે? આ ખેલાડીઓને મળી શકે છે એન્ટ્રી
ટ્રેવિસ હેડ બનાવી શકે છે આ 2 રેકોર્ડ
ટ્રેવિસ હેડ પોતાના નામે 2 મોટા રેકોર્ડ નોંધાવી શકે છે. ટ્રેવિસ હેડ IPL માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મુંબઈ સામેની મેચમાં તે 2 રેકોર્ડ બનાવી શકે છે. જેમાં હેડે અત્યાર સુધીમાં 31 IPL મેચોની 31 ઇનિંગ્સમાં 36.51 ની સરેરાશથી 986 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે અને તેણે એક સદી પણ ફટકારી છે. જો તે આ મેચમાં 14 વધુ રન બનાવે છે, તો તે તેના IPL કારકિર્દીમાં 1000 રન પૂરા કરશે. મુંબઈની સામેની મેચમાં તે એક છગ્ગો મારે છે તો તે 50 છગ્ગા પૂરા કરશે. તેની સાથે સાતે તેણે T20 કારકિર્દીમાં 197 છગ્ગા ફટકાર્યા છે. એટલે કે તેને T20 માં 200 છગ્ગાનો આંકડો પૂર્ણ કરવા માટે ફક્ત 3 છગ્ગાની જરૂર છે. આજની મેચમાં આ બંને રેકોર્ડ તેના નામે થવાની અપેક્ષા છે.