BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે મોટી તૈયારીઓ કરી રહ્યું છે? આ ખેલાડીઓને મળી શકે છે એન્ટ્રી

BCCI: ભારતીય ખેલાડીઓ હાલમાં BCCI દ્વારા આપવામાં આવતા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની રાહ જોઈ રહ્યા છે. જોકે તેની જાહેરાત પહેલા થવી જોઈતી હતી પરંતુ ઘણા કારણોસર વિલંબ થઈ રહ્યો છે. BCCI દ્વારા હજુ સુધી આ વિશે જાહેરાત કરી નથી. પરંતુ એવી માહિતી સામે આવી છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ત્રણ ખેલાડીઓને પ્રવેશ મળી શકે છે.

આ પણ વાંચો: વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે ઝેરી દવા ગટગટાવી, 4નાં મોત; એકની હાલત ગંભીર

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરશે
એવી માહિતી સામે આવી છે BCCI ટૂંક સમયમાં ભારતીય ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરશે. વધારે ફેરફારની શક્યતાઓ નતી. પરંતુ કેટલાક નવા ખેલાડીઓને એડ કરવામાં આવી શકે છે. એક રિપોટ પ્રમામે અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ કરવામાં આવી શકે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા એ પ્લસ કેટેગરીમાં છે. ભલે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હોય, તેમ છતાં તેમને સમાન શ્રેણીમાં રાખી શકાય છે.