IPL 2025: ઓરેન્જ અને પર્પલ કેપમાં કયો ખેલાડી છે આગળ, જાણો

IPL 2025 Purple Cap Orange Cap: આઈપીએલ 2025માં તમામ મેચ સારી રીતે રમાઈ રહી છે. ખેલાડીઓ પોતાના માટે અને ટીમ માટે સતત હરિફાઈ કરતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે સુપર ઓવર રમાઈ હતી. આ પછી ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો નકશો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો.
આ પણ વાંચો: IPL 2025: આ બંને ટીમ એક જ નાવડીમાં, પ્લેઓફમાં સ્થાન મેળવવું હવે મુશ્કેલ
પર્પલ કેપ્સ અને ઓરેન્જ કેપ્સમાં ફેરફારો
ભારતમાં આ સમયે ખેલાડીઓની ટક્કર ચાલી રહી છે. આ સિઝનમાં પહેલીવાર સુપર ઓવર દિલ્હી અને રાજસ્થાનની મેચમાં જોવા મળી હતી. આ મેચ બાદ ઓરેન્જ અને પર્પલ કેપ્સમાં ફેરફારો જોવા મળ્યા છે. લખનૌની ટીમના જાબાજ ખેલાડી નિકોલસ પૂરન હજુ પણ લીગમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ટોચના સ્થાન પર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં ટોટલ 357 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા નંબરે ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન છે, જેમણે છ મેચમાં કુલ 329 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને LSGના મિશેલ માર્શ 6 મેચમાં 295 રન સાથે છે. પર્પલ કેપની વાત કરવામાં આવે તો ટોપ પર સુપર કિંગ્સનો નૂર અહેમદ છે. તેણે અત્યાર સુધીમાં 12 વિકેટ લીધી છે. બીજા સ્થાન પર કુલદીપ યાદવ છે. તેણે 11 વિકેટ લીધી છે. ખલીલ અહેમદ આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેમણે સાત મેચમાં કુલ 11 વિકેટ લીધી છે.