RBIએ અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું

અમદાવાદઃ ભારતીય રિઝર્વ બેંકે શહેરની એક બેંકનું લાયસન્સ રદ કર્યું છે. આસ્ટોડિયામાં આવેલી કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. ત્યારે બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે. ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જાહેર કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.