વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ PUC અને ઇન્સ્યોરન્સ નહીં હોય તો ઘરે આવી શકે છે ઇ-મેમો

અમદાવાદ: તમારા વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ PUC અને ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમારા ઘરે ઇ-મેમો આવી શકે છે. છેલ્લા 10 દિવસમાં 9 હજારથી વધુ ઈ-મેમો જનરેટ કરી દેવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ અને અન્ય વાહનોમાં પીયુસી અને ઇન્સ્યોરન્સ આવશ્યક છે. ટ્રાન્સપોર્ટ વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટ પણ જરૂરી છે, પરંતુ અનેક વાહન ચાલકો સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ ન રાખતા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઇ ડિટેકશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ ટોલ પ્લાઝાને આવરી લેવામાં આવ્યા છે.

જે પણ ટ્રાન્સપોર્ટનું વાહન ટોલ પ્લાઝા પર આવશે ત્યારે તેની તમામ ડીટેલ આ પોર્ટલ ઉપર ચેક કરવામાં આવી રહી છે. જે વાહનોનો ફિટનેસ સર્ટિફિકેટ ઈન્સ્યોરન્સ અને પીયુસી નહીં હોય તેવા વાહનોને ઈ-મેમો મોકલીને દંડ વસૂલી કરવામાં આવી રહી છે. કોઈપણ વાહન માટે તેના તમામ દસ્તાવેજો અપ ટુ ડેટ હોવા જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આ પોર્ટલ પર એક એપ્રિલથી અત્યાર સુધીમાં 9,000થી વધારે ઈ-મેમો જનરેટ કરી દેવામાં આવે છે.