1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની મોટી કાર્યવાહી

Gujarat: ભારતીય કોસ્ટ ગાર્ડે અને ગુજરાત ATSની મોટી કાર્યવાહી કરી છે. 12-13 એપ્રિલ 2025ના રોજ રાત્રે એક ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત ATS સાથે મળીને આશરે 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATSએ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિલ્હીને ઘરઆંગણે સીઝનની પહેલી હાર મળી, મુંબઈની 12 રનથી જીત

કોસ્ટગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી અને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી 300 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા છે. જોકે, કોસ્ટ ગાર્ડના જહાજને જોઈને આરોપી ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી ગયા હતા.