આજે RCB લીલી જર્સી પહેરીને મેદાનમાં કેમ ઉતરશે?

IPL 2025 RR vs RCB: આઈપીએલ 2025માં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે પ્રથમ મેચ રમાવાની છે. બંને ટીમે અત્યાર સુધીમાં 5-5 મેચ રમી છે. જેમાં RCB 3 જીતી છે અને 2 મેચ હાકી છે. જ્યારે રાજસ્થાનની ટીમ 3 મેચમાં હાર અને 2 મેચમાં જીત થઈ છે.
RCB PLAYERS IN THE PHOTOSHOOT. 💥 pic.twitter.com/6UecjIuF3e
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025
આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટાએ હૈદરાબાદના ‘પંજાબી મુંડા’ પર પ્રેમ વરસાવ્યો, વીડિયો થયો વાયરલ
આરસીબી લીલી જર્સી પહેરશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં લીલી જર્સી પહેરશે. સ્વચ્છ અને લીલા પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે RCB એ સૌપ્રથમ લીલી જર્સી રજૂ કરવામાં આવી છે. RCB દર વર્ષે એક મેચ માટે આ લીલી જર્સી પહેરે છે, ખાસ કરીને જ્યારે મેચ દિવસના સમયે હોય. વર્ષ 2011 થી, RCB દરેક સિઝનમાં એક મેચમાં લીલી જર્સી પહેરી રહ્યું છે. લીલા જર્સીમાં RCBનો રેકોર્ડ કંઈ ખાસ નથી. આ જર્સી પહેરીને, RCB એ 14 મેચ રમી છે જેમાંથી ટીમ 9 મેચ હારી છે, જ્યારે ટીમ ફક્ત 4 મેચ જીતી છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.