નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી, AJLની પ્રોપર્ટી મુદ્દે ફટકારી નોટિસ

National Herald Money Laundering Case: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની જોડાયેલી મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે. જે તે બિલ્ડીંગના 7મા, 8મા અને 9મા માળે ભાડે આપેલ છે. હવે તેમણે માસિક ભાડું ED ને જમા કરાવવું પડશે.
ED Initiates Possession Proceedings Under PMLA Rules in National Herald (AJL) Money Laundering Case
Notices Served to Registrars & Occupants for Securing Attached Properties Worth ₹661 Crores@dir_ed pic.twitter.com/6zPl6cN66d
— Atulkrishan (@iAtulKrishan1) April 12, 2025
EDની તપાસમાં જાણવા મળ્યું કે આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. આ કારણોસર, AJLની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહીને હવે 10 એપ્રિલ 2024 ના રોજ અધિકૃત અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા
આ સમગ્ર મામલો ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી શરૂ થયો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને AJLની 2000 કરોડ રૂપિયાની મિલકત હડપ કરી લીધી હતી. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે એ પણ બહાર આવ્યું કે ફેક ડોનેશન, ખોટા ભાડા અને નકલી જાહેરાતો દ્વારા 85 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ઉચાપત કરવામાં આવી હતી. હવે ED એ આ મિલકતોનો કબજો લેવા માટે નોટિસો ચોંટાડી દીધી છે અને તેનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
EDની તપાસમાં શું બહાર આવ્યું?
એજન્સીના જણાવ્યા અનુસાર, AJL-યંગ ઇન્ડિયન નેટવર્કનો ઉપયોગ ફેક ડોનેશન દ્વારા 18 કરોડ રૂપિયા, એડવાન્સ ભાડા તરીકે 38 કરોડ રૂપિયા અને જાહેરાતો દ્વારા 29 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ભંડોળ એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવીનતમ પગલાનો હેતુ દૂષિત સંપત્તિના સતત વપરાશ, ઉપયોગ અને વધુ ઉત્પાદનને રોકવાનો છે.