જો તમે સોશિયલ મીડિયા પર આ ભૂલ કરશો તો નહીં મળે અમેરિકાના વિઝા

America New Policy: અમેરિકન વિઝા મેળવવા હવે સરળ નહીં રહે. યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ આ અંગે નવા નિયમ લાગુ કર્યા છે. અમેરિકાની આ નીતિ તાત્કાલિક અમલમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: 2028ના ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી, 6 ટીમો ભાગ લેશે

સોશિયલ મીડિયા પર પોસ્ટ
જે લોકો કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) ઇચ્છે છે તેમણે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટ્સ પર ધ્યાન આપવું પડશે. , ઇઝરાયલ, તેના નાગરિકો અથવા યહૂદી સમુદાયની ટીકા કરતી સામગ્રી પોસ્ટ કરવા અથવા શેર કરવાથી પણ અમેરિકન વિઝા કે નિવાસ પરવાનગી મળશે નહીં. યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પ્રવૃત્તિની તપાસ કરશે અને આવા લોકોને વિઝા કે રહેઠાણ આપવાનો ઇનકાર કરશે.