Virat Kohli: વાનખેડેમાં વિરાટ કોહલી આટલો કોપાયમાન કેમ થયો?

Virat Kohli: ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ મેચ આરસીબીએ 12 રનથી જીતી લીધી હતી. RCB પહેલા બેટિંગ કરી હતી. MI માટે 222 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમ આ લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે તેમની શરૂઆત સારી જોવા મળી ના હતી. શરૂઆતમાં જ મુંબઈની ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચનો વિરાટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જીતેશ શર્મા અને યશ દયાલે તેનો એક સરળ કેચ છોડી દીધો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો હતો.

આ પણ વાંચો: IPL 2025: રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે?

વિરાટ કોહલી જીતેશ શર્મા અને યશ દયાલ પર ગુસ્સે થયો
12મી ઓવરમાં એવું બન્યું કે જ્યારે સૂર્યાએ તેની ઇનિંગ દરમિયાન યશ દયાલના ધીમા બોલ પર લાઇન પાર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ હવામાં હતો. જીતેશ શર્મા કેચ પકડવા માટે લગભગ અડધી પીચ પર દોડ્યો, પછી યશે પણ બોલ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેચ લેતી વખતે બંને ખેલાડીઓ અથડાયા અને અંતે સૂર્યા બચી ગયો હતો. આ કેચ છોડાયા પછી વિરાટ કોહલી ખૂબ ગુસ્સામાં જોવા મળી રહ્યો હતો. આટલું જ નહીં તે બૂમો પાડતો પણ જોવા મળી રહ્યો હતો. તેણે ગુસ્સામાં ટોપી જમીન પર ફેંકી દીધી હતી. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.