CSK vs DC: KL રાહુલે હાંસલ કરી મોટી સિદ્ધિ,રોહિત-કોહલીના ખાસ ક્લબમાં કર્યો પ્રવેશ

Delhi Capitals: આજે દિલ્હી અને સીએસકેની મેચ છે. દિલ્હીની ટીમે આ મેચમાં ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં દિલ્હી માટે કેએલ રાહુલ ઓપનિંગ બેટ્સમેન તરીકે આવ્યો હતો. તેને આવતાની સાથે તેણે ખાસ યાદીમાં પોતાનું સ્થાન નોંધાવ્યું છે. . રાહુલ હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખાસ ક્લબમાં પ્રવેશી ગયો છે.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ આ છોકરીને કરી રહ્યો છે ડેટ, જાણો કોણ છે આ ઇંગ્લેન્ડની છોકરી?

રાહુલે રેકોર્ડ બનાવ્યો
રાહુલ આઈપીએલના ઇતિહાસમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 100 મેચ રમનાર 13મો બેટ્સમેન બની ગયો છે. રાહુલ પહેલા ઓનલી 12 બેટ્સમેન એવા હતા કે જેમણે ઓપનિંગ બેટ્સમેન તરીકે 100 મેચ રમી છે. પરંતુ હવે રાહુલે CSK સામે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમીને ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તમને જણાવી દઈએ કે IPLમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી શિખર ધવન બની ગયો છે. બીજા નંબરે ડેવિડ વોર્નરનો છે. વોર્નરે 163 મેચ રમી છે, જ્યારે અજિંક્ય રહાણે 127 મેચ સાથે ત્રીજા સ્થાને છે. ગૌતમ ગંભીર 123 મેચ સાથે ચોથા સ્થાને છે. ક્રિસ ગેલ 123 મેચ સાથે યાદીમાં પાંચમા સ્થાને છે.