NewsCapital Reality Check: પાટણ જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની લાલિયાવાડી, સમયસર હાજર ન રહેતા દર્દીઓને હાલાકી

ભાવેશ ભોજક, પાટણઃ શહેરની મધ્યમાં આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં તબીબોની નિયમિત હાજરી બાબતે રિયાલિટી ચેક ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં આંખ વિભાગના ફરજ પરના બંને તબીબો સમયસર હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું છે. જેથી સવારમાં આવતા દર્દીઓમાંને ભારે હાલાકી વેઠવી પડે છે.
રાજ્યમાં આરોગ્ય સેવાઓ કથરી હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સેવાઓની આવી જ દુર્દશા છે. ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા અને સરકારનો ઉચ્ચ પગાર લેતા તબીબો નિયત સમયે હાજર ન રહેતા દર્દીઓને કલાકો સુધી રાહ જોઈને બેસી રહેવું પડે છે.
આ પણ વાંચોઃ અરવલ્લીના આરોગ્ય કેન્દ્રોમાં લાલિયાવાડી, બેદરકાર ડોક્ટરો-સ્ટાફથી દર્દીઓ પરેશાન
પાટણ સિવિલ હોસ્પિટલમાં ઉપરના માળે આંખનો વિભાગ આવેલો છે. જ્યાં આંખના દર્દીઓના તપાસ અને મોતિયા તેમજ જમાનો ઓપરેશન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં પાટણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પાટણની સિવિલ હોસ્પિટલમાં આજના વિભાગમાં સારવાર અર્થે આવે છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં આરોગ્ય કેન્દ્રો ખાલી, સરકારની મોટી મોટી જાહેરાતોના ધજાગરાં
આંખના વિભાગમાં ફરજ બજાવતા તબીબ નિયત સમયે પ્રમાણે હાજર રહેતા ન હોવાનું સમય આવ્યું છે. તબીબ મન ફાવે તેવા સમયે હોસ્પિટલમાં આવે છે, જેથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓને કલાકો સુધી રાહ જોઈને બેસી રહેવું પડે છે. જેથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.