News Capital Reality Check: આંકોલવાડીમાં દર્દીઓ થઈ રહ્યા છે રોજ હેરાન, તબીબોને નથી રહી ઊંઘ પૂરી

અરવિંદ સોઢા, ગીર સોમનાથના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે આરોગ્ય કેન્દ્રમાં કેપિટલ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આવો જાણીએ સમગ્ર અહેવાલ. ગ્રામ્ય વિસ્તારના લોકોને અહીં નાની મોટી સારવાર તત્કાળ મળી રહે તે હેતુ થી સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આ આરોગ્ય કેન્દ્રો શરૂ કર્યા હતા. અહીં લોકોની સુખાકારી માટે મસમોટા પગાર ખર્ચી સરકાર દ્વારા ડોક્ટરો અને અન્ય સ્ટાફ રાખવાંમાં આવ્યો છે. પરંતુ ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જ હોય તેવું જાણવા મળી રહ્યું છે.
દવા બહારથી લેવાની ફરજ
અહીં ડોક્ટરો અને કર્મચારીઓ સમયસર આવે છે કે કેમ. ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવારની સાથી સાથે જરૂરી દવાઓ મળે છે કે કેમ આ જાણવા અમારી ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી તાલાલા ગીરના આંકોલવાડી ગીર ગામે જ્યાં આ આરોગ્ય કેન્દ્ર આવેલું છે. અમે સવારે 8 કલાકે આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા. પરંતુ અહીં ન તો તબીબ હાજર હતા કે ન તો આરોગ્ય કેન્દ્ર ખુલ્લું હતું. આખરે અહીં આરોગ્ય કેન્દ્રના તબીબ 10 વાગ્યે પહોંચ્યા એટલું જ નહી અહીં આવનારા મરીઝો ને અમુક દવા પણ બહારથી લેવાની ફરજ પડતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
ભૂતકાળમાં જે તબીબો હશે તેને લખી હશે
આરોગ્ય કેન્દ્ર પર તબીબે આશરે સવારે 8;30 કલાકે આવવાનું હોય છે. પરંતુ અહીં ના તબીબ દોઢ કલાક લેટ આવ્યા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. અહી ના તબીબ 10 કલાકે પહોચ્યા હતા. તબીબે જાતે જ કહ્યું છે કે સવારે 8;30 કલાકે આવવાનું હોય છે. પરંતુ તે અમુક કારણો સર લેટ આવ્યા છે અને તેની જાણ તેની ઉપરની ઓથોરિટીને કરવામાં પણ આવી છે. જો કે ગામના લોકોનું કેહવુ છે કે તબીબ આજે જ નહિ રોજના 10 કલાકે પહોંચે છે. સવાલ એ પણ છે કે શું કારણે લોકો ને દવા બહાર થી લેવાની ફરજ પડે છે. આ સવાલ ના જવાબમાં તબીબનું કહેવું છે કે બહારની દવા તેમને નહી પરંતુ ભૂતકાળમાં જે તબીબો હશે તેને લખી હશે.
આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું
અમારી ટીમ હકીકત જાણવા અને સત્ય ને બહાર લાવવા આંકોલવાડી આરોગ્ય કેન્દ્ર પર રિયાલાઈટી ચેક કર્યું. આ તો માત્ર એક જ કેન્દ્ર ચેક કર્યું. બીજા કેન્દ્ર પર કેવી સ્થિતિ હશે એ આના પરથી જાણી શકાય એટલું જ નહી લોકોને વિના મૂલ્યે દવા મળી રહે તે હેતુથી આ આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે મરીઝેએ ખાનગી મેડિકલ પરથી દવા લેવાની ફરજ પડી રહી છે.
તબીબોની શાન ઠેકાણે આવશે
આ આંકોલવાડી આરોગ્ય કેન્દ્રનો સવારે આઠ વાગ્યાનો ખૂલવાનો સમય હોય. પરંતુ અહીં તો 10 વાગ્યા બાદ જ આરોગ્ય કેન્દ્ર ની ઊંઘ ઉડે છે. સ્ટાફ કામ શરૂ કરે છે. ત્યારે સ્ટાફ અને ડોક્ટરને પૂછતા પોતાના પારિવારિક કામોના કારણો બતાવી અને પોતે ફરજ પર મોડા આવે છે. ત્યારે આ બાબતે દર્દીઓ અને તેમના સગા વાલાઓની માંગ છે કે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ આકોલવાડી આરોગ્ય કેન્દ્રની જો સરપ્રાઈઝ મુલાકાત લેઈ તો જ આકોલવાડી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને તબીબોની શાન ઠેકાણે આવશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે.