News capital Reality check: વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં સ્વજનોને પડી રહી છે મુશ્કેલી, રસ્તા પર જમવા માટે મજબૂર

પ્રશાંત વાઘેલા, વડોદરા: વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ આવી છે અને આ હોસ્પિટલમાં અવારનવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે આજે ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં હોસ્પિટલ તંત્રની અનેક ઘોર બેદરકારી જોવા મળી હતી. વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવતું હોય છે. આ હોસ્પિટલમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ સહીત અનેક રાજ્યોમાંથી દર્દીઓ સારવાર હેતુ આવતા હોય છે પરંતુ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે દર્દીઓ સાથે તેમના સ્વજનોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

દર્દીઓ સાથે આવતા સ્વજનો માટે હોસ્પિટલ તંત્ર દ્ધારા બેસવાની યોગ્ય સુવિધા કરવામાં આવી નથી. દર્દીઓના સ્વજનો હોસ્પિટલ પરિસદમાં રોડ પર જયા યોગ્ય જગ્યા મળે ત્યાં તડકામાં બેસી પોતાના સ્વજન જલ્દી સાજા થઇ જાય તેની રાહ જોતા જોતા પોતે પણ બીમાર પડી જતા હોય છે. સાથે દર્દીઓના સ્વજનો રોડ પર બેસી જમવા માટે પણ મજબૂર બને છે

આ પણ વાંચો: News capital Reality check: ડેડીયાપાડામાં હોસ્પિટલ તો છે પણ ડોક્ટર નથી…. રાહ જોતા રહી જાય છે દર્દીઓ

હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાથી વોર્ડમાં સારવાર લઇ રહેલ દર્દીઓને સારવાર અર્થે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઇ જવા હોય તો સ્વજનોએ દર્દીને જાતે જ સ્ટ્રેચર પર સુવડાવી સ્ટ્રેચરને જાતે જ ધક્કામારી સોનોગ્રાફી, એક્સ-રે સહીતના અન્ય જરૂરી રિપોર્ટ માટે ધક્કા ખાવા પડતા હોય છે સાથે સ્ટાફની અછતના કારણે એક્ષરે માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રેહવું પેડ છે