વાળમાં તેલ આ સમયે જ લગાવો વાળ થઈ જશે એકદમ મસ્ત

Hair Oiling: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વાળની કેર રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે મોટા ભાગના લોકોને એ ખબર હોતી નથી કે રાતના સમયે તેલ લગાવવું યોગ્ય છે કે નહીં. તેલ લગાવાનો સમય શું હોવો જોઈએ અને કેટલી કલાક માથામાં તેલ રાખવું જોઈએ આવો જાણીએ.
આ પણ વાંચો: શું SRH હૈદરાબાદ છોડીને આ શહેરમાં શિફ્ટ થશે?
રાત્રે સૂતા પહેલા તેલ લગાવવું જોઈએ કે નહીં?
તેલ વાળને કંડીશન કરવામાં મદદ કરે છે. તેલ વાળને ચમક આપે છે. જો તમને રાતના સમયે તેલ લગાવવાની આદત છે તો તેને છોડી દો. તમારે તમારી આ આદતને બદલી નાંખવાની રહેશે. કારણ કે રાતના સમયે તેલ નાંખવાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. આખી રાત વાળમાં તેલ રહે છે જેના કારણે ખોડો થવાની સમસ્યા થઈ જાય છે. તેલને વાળમાં શોષવા માટે 6-7 કલાકની જરૂર નથી, જો તમે એક કે બે કલાક પણ વાળમાં તેલ રાખશો તો પણ વાળને તેલ મળી રહેશે.