LSG અને MI વચ્ચે આજે મેચ, જાણો પિચ રિપોર્ટ

IPL 2025માં આજે એક રોમાંચક મેચ રમાશે. પંતની લખનૌની ટીમ આજે હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. બંને ટીમ માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. પોઇન્ટ ટેબલમાં મુંબઈની ટીમ છઠ્ઠા સ્થાને અને લખનૌની ટીમ સાતમાં સ્થાને છે. મુંબઈનો નેટ રન રેટ ઘણો સારો છે. જેના કારણે ટીમ પાસે હજુ પણ મજબૂત વાપસી કરવાની તક છે. લખનૌની ટીમ એક જ મેચ જીતવામાં સફળ રહી છે. તો બીજી બાજૂ મુંબઈની ટીમ પણ એક જ મેચમાં જીત મેળવી છે. ત્યારે આજે મુંબઈની ટીમ અને લખનૌની ટીમનો આજે આમનો-સામનો થવાનો છે. આવો જાણીએ પિચ રિપોર્ટ

લખનૌ પિચ રિપોર્ટ
લખનૌના એકાના સ્ટેડિયમના પિચ રિપોર્ટની વાત કરીએ તો, અહીં મોટા સ્કોર બનતા નથી. આવી સ્થિતિમાં જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. લખનૌની ટીમ આ મેદાન પર પોતાની છેલ્લી મેચમાં ફક્ત 170 રન બનાવી શકી હતી, જેનો પીછો પંજાબ કિંગ્સે ખૂબ જ સરળતાથી કર્યો હતો.

આ પણ વાંચો: IPL 2025: બુમરાહની વાપસી પર આવ્યું સૌથી મોટું અપડેટ, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો થયા ખૂશ

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન– ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ રાઠી, મિશેલ માર્શ, એઈડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોનીશાર્દુલ ઠાકુર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, પ્રિન્સ દીપક યાદવ/એ

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન– હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર અને વિગ્નેશ પુથુર/સત્યનાના રાજવી