વડોદરામાં વૃદ્ધા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા, સાયબર માફિયાઓએ રૂ.1.89 કરોડ પડાવ્યા

વડોદરા: વડોદરાની પશ્ચિમ વિસ્તારના વૃદ્ધા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી વેબ સાઈટનું રેકેટ ચલાવવાના આરોપ હેઠળ વૃદ્ધાને 7 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરાઈ હતી. વૃદ્ધાને મેન્ટલી ટોર્ચર કરી સાયબર માફિયાઓએ રૂ.1.89 કરોડ પડાવી લીધા હતા.

આ મામલે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાઈ છે. વૃદ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વિક્રમસિંગ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, તેને PI તરીકે ઓળખ આપી હતી. બાદમાં સાયબર માફિયાઓએ મેન્ટલી ટોર્ચર કરી 7 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા. તેમજ રૂ.1.89 કરોડ પડાવી લીધા હતા.