ભાવનગરની મહિલા ખેડૂતે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી 1 લાખથી વધુની કરી કમાણી

મામસા, ભાવનગર: પોતાના સ્વસ્થ માટે લોકો કસરત, જીમ, જોગિંગ કરે છે, પરંતુ મુખ્ય વસ્તુ આહાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મામસા ગામના શિલ્પા મકવાણાએ ઓર્ગેનિક ખેતી કરી અને શાકભાજી ઉઘાડી એક લાખથી પણ વધુની કમાણી કરી છે.
લોકો સ્વાસ્થ્ય સારું રાખવા માટે કસરત જીમ જોગિંગ જેવા ફિટનેસ ફંડાઓ અપનાવતા હોય છે પરંતુ આહાર ઉપર ધ્યાન નથી દેતા ત્યારે ઓર્ગેનિક ખેતી કરતા મમસા ગામના શિલ્પાબેન મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી એમના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી આવે છે અને શાકભાજીમાં પણ એક બે નહીં પરંતુ દરેક શાકભાજી જેવા કે ગુવાર, રીંગણ, ફ્લાવર, કોબી ભીંડો, ટમેટા જેવા બધા જ પ્રકારના શાકભાજી ઉગાવે છે.
શિલ્પાબેન દર મહિને 1000થી 1200 કિલો શાકભાજી સુરત અને ભાવનગર શહેરમાં વેચે છે. જેનાથી તેમને આર્થિક લાભ થયેલ છે. 1 લાખથી વધુની કમાણી શિલ્પાબેન દ્વારા કરવામાં આવેલ છે.