ધોની આઉટ થયો ત્યારે પ્રતિક્રિયા આપનાર મહિલાના લાખો ફોલોઅર્સ રાતોરાત વધ્યા

CSK VS RR Match Viral Girl: IPLમાં 30 માર્ચે CSK અને RCB વચ્ચેની મેચમાં ધોની આઉટ થયા બાદ એક મહિલા ચાહકે આપેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ પહેલીવાર એવું નથી થયું કે મેચમાં કોઈ છોકરી વાયરલ થઈ હોય. આઈપીએલની મોટા ભાગની મેચમાં કોઈને કોઈ મહિલાઓ વાયરલ થયાનું સામે આવે છે. CSK અને RCB વચ્ચેની મેચમાં ધોની આઉટ થયા બાદ એક મહિલા ચાહક વાયરલ થઈ હતી. જેના લાખો ફોલોઅર્સ રાતોરાત વધી ગયા હતા.

આ પણ વાંચો: IPL 2025: ગુજરાત ટાઇટન્સ માટે મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ઘરે પરત ફર્યો

ફોલોઅર્સ બે લાખથી વધુ વધી ગયા
CSK VS RRમાં ધોની આઉટ થયા પછી તરત આ છોકરી ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ મહિલા ચાહક આટલી ચર્ચામાં આવી હોય.આ છોકરી એમએસ ધોનીની મોટી ચાહક જોવા મળી રહી છે. આ મહિલા ચાહકનું નામ આર્યપ્રિયા છે. મેચ પછી, સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ બે લાખથી વધુ વધી ગયા હતા. IPL 2019 માં મુંબઈ ઈન્ડિયન્સ મેચ દરમિયાન, અદિતિ હુંડિયા નામની એક ચાહક વાયરલ થઈ હતી. આ પછી, ચાહકોને તેના વિશે જાણવાનું શરું કર્યું હતું. બાદમાં ખબર પડી કે તે ફેમિના મિસ ઈન્ડિયા 2017 ની વિજેતા છે. દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો હતો કે ભારતીય ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ છે.