વક્ફ સુધારા બિલ પર JDU આવ્યું કેન્દ્રના સમર્થનમાં, TDPએ ઊભી કરી સમસ્યા

JDU Stand On Waqf Amendment Bill: આવતીકાલે લોકસભામાં રજૂ થનારા વકફ સુધારા બિલને ભાજપના સહયોગી JDUનું સમર્થન મળ્યું છે. આજે સાંજ સુધી, નીતિશ કુમારની પાર્ટી ક્યા રસ્તે જશે તે અંગે આશંકા હતી કારણ કે JDU દ્વારા શરતો તરીકે કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા હતા, જેને સરકારે હવે સુધારા બિલમાં સામેલ કર્યા છે.
જેડીયુ સાથે આવ્યા પછી, હવે ટીડીપીએ સમસ્યા ઊભી કરી છે. ચંદ્રાબાબુ નાયડુના પક્ષ દ્વારા સૂચવેલા સુધારા સ્વીકારાયા હોવા છતાં, પક્ષે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ટીડીપીના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, વકફ બિલ પર અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે અને તેના માટે ચર્ચાઓ ચાલી રહી છે.
JDU બિલના સમર્થનમાં મતદાન કરશે
નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ વકફ બિલ અંગે એક વ્હીપ જારી કર્યો છે જેમાં પાર્ટીના સાંસદોને આવતીકાલે લોકસભામાં વકફ બિલને સમર્થન આપવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટીના મુખ્ય દંડક દિલેશ્વર કામતે કહ્યું કે અમે સંસદની અંદર સરકારના સમર્થનમાં જોરદાર મતદાન કરીશું. આ માટે પાર્ટીના તમામ સાંસદોને વ્હીપ જારી કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, ‘વક્ફ સુધારો બિલ મુસ્લિમોના પક્ષમાં છે.’ કેટલાક મુસ્લિમો પોતાના ફાયદા માટે તેનો વિરોધ કરી રહ્યા છે. અમારા બધા સાંસદો સરકારના સમર્થનમાં મજબૂત રીતે ઉભા રહેશે. એનડીએ મજબૂત અને એકજૂથ છે. બિહારમાં પીએમ મોદી અને નીતિશ કુમારની જોડી ફરી જીતશે.
ટીડીપીના સૂચવેલા સુધારા સ્વીકારવામાં આવ્યા
મંગળવારે વક્ફ (સુધારા) બિલમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારા સ્વીકારવામાં આવ્યા હતા. પાર્ટીએ વ્હીપ જારી કરીને સાંસદોને આવતીકાલે લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે. જો કે ટીડીપીએ બિલના સમર્થન અંગે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.