સિદ્ધપુરથી બોગસ તબીબ ઝડપાયો, ડિગ્રી વગર સંડેસરી ગામે કરતો હતો પ્રેક્ટિસ

પાટણ: પાટણ SOGએ બાતમીના આધારે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. સિદ્ધપુરની સંડેસરી ગામ નજીક ઓરડીમાં બોગસ તબીબ ભૂપેન્દ્ર પ્રજાપતિ પ્રેક્ટિસ કરતો હતો. તે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.

પોલીસે દવાઓ અને મેડિકલ સાધનો સહીત કુલ 5996 રૂ. મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોગસ તબીબ ભૂપેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંઘાઈ છે.