અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? સુનિતા વિલિયમ્સે કહ્યું- ભારત આવીશ

Sunita Williams: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 278 દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા. અવકાશયાત્રીઓ પાછા ફર્યા પછી રિકવરી મોડમાં છે. જોકે, મંગળવારે બંને અવકાશયાત્રીઓ પહેલીવાર મીડિયા સામે આવ્યા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. સુનિતા વિલિયમ્સે કહ્યું કે પૃથ્વી પર આવ્યા પછી તેને સારું લાગે છે.
જેમા તમને સવાલ પૂછવામાં આવ્યો કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? અને અનુભવ કેવો રહ્યો? આના જવાબમાં સુનિતા વિલિયમ્સે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે. દિવસ અને રાત બંને સમયે ભારત જોવાનો અનુભવ અવિશ્વસનીય હતો. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 286 દિવસ પછી 19 માર્ચે પૃથ્વી પર પાછા ફર્યા.
અવકાશમાંથી ભારત જોવાનું કેવું લાગે છે?
સુનિતાએ જવાબ આપ્યો કે અવકાશમાંથી ભારત જોવું અદ્ભુત છે. અમે જ્યારે પણ હિમાલય પાર કરતા ત્યારે બુચે હિમાલયના અદભુત ફોટોગ્રાફ્સ કેદ કર્યા. અવકાશમાંથી હિમાલયનો નજારો અદભુત છે. જ્યારે તમે આટલી ઊંચાઈથી ભારતને જુઓ છો, ત્યારે તમને ભારતના ઘણા રંગો જોવા મળશે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફરી આવી વિવાદમાં, નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સના નામે કૌભાંડનો આક્ષેપ
સુનિતા ટૂંક સમયમાં ભારત આવશે
સુનિતા વિલિયમ્સે કહ્યું કે તે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મીડિયાના પ્રશ્ન પર સુનીતાએ કહ્યું કે હું ચોક્કસ મારા પિતાના દેશ ભારત આવીશ. તેમણે એક્સિઓમ મિશનમાં ભારતની ભાગીદારીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી.
સુનિતા કોને મળવા માંગે છે?
સુનિતા વિલિયમ્સે ભારતના અવકાશ કાર્યક્રમની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળવાની ઈચ્છા છે, જે ગગનયાન મિશનનો ભાગ છે અને ટૂંક સમયમાં બીજા ખાનગી અવકાશ કાર્યક્રમ – એક્સિઓમ-4 પર અવકાશમાં ઉડાન ભરશે.