વિકેટકીપિંગ માટે COE ની મંજૂરી મેળવવા સેમસન પહોંચ્યો બેંગ્લોર

Rajasthan Royals: સંજુ સેમસન આજે ગુવાહાટીથી બેંગલુરુ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પાસેથી IPL 2025 સિઝનમાં વિકેટ કીપિંગ માટે મંજૂરી મેળવી શકે.

આ પણ વાંચો: ChatGPT સિવાય પણ આ એપમાં બનાવી શકો છો મફતમાં ગીબલી સ્ટાઇલ ફોટો

સંપૂર્ણ ફરજો ફરી શરૂ કરવા માટે મંજૂરી મેળવશે
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે સંજુ સેમસન CoE ખાતે સ્પોર્ટ્સ સાયન્સ વિંગ દ્વારા પરીક્ષણોમાંથી પસાર થશે. તેની સંપૂર્ણ ફરજો ફરી શરૂ કરવા માટે આજે મંજૂરી મેળવશે. જો વિકેટકીપિંગ કરવાની મંજૂરી આપવામાં આવે છે તો સંજુ કેપ્ટન તરીકે પણ પાછો ફરશે. સિઝનની પહેલી મેચમાં પરાગને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. સંજુ સેમસન ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થતાની સાથે તે હવે આવનારી મેચમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. તેમની આગામી મેચ 5 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે હશે, ત્યારબાદ 9 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે બીજી મેચ રમાશે.