ChatGPT સિવાય પણ આ એપમાં બનાવી શકો છો મફતમાં ગીબલી સ્ટાઇલ ફોટો

Ghibli Style: આ અઠવાડિયામાં ક્રિકેટની જગ્યાએ ગીબલી સ્ટાઈલના ફોટો બનાવવાનું ફિચર ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. 26 માર્ચે આ ફિચર લોન્ચ થયું હતું. આ પછી સતત આ ફિચરથી બનાવેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. દુનિયાભરના લોકો આ ફિચરનો ઉપયોગર કરીને ફોટો બનાવી રહ્યા છે. જેના કારણે ચેટજીપીટીનું સર્વર ગઈકાલે મોડી રાત્રે એટલે કે 30 માર્ચે ડાઉન થઈ ગયું હતું. સર્વર ડાઉન થયા પછી, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને વપરાશકર્તાઓને ધીરજ રાખવા વિનંતી કરવી પડી હતી. ત્યારે અમે તને ChatGPT સિવાયના ઓપ્શન લઈને આવ્યા છીએ. આ એપમાં પણ તમે ગીબલી સ્ટાઈલ ફોટો બનાવી શકો છો.

xAI Grok
એલોન મસ્કની કંપની xAI ના ગ્રોકમાં એનિમેટેડ ફોટો બનાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ ગ્રોક એઆઈનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈ શકશે અને એનિમેટેડ છબીઓ બનાવી શકશે.

આ પણ વાંચો: આજે MI vs KKR વચ્ચે મહામુકાબલો, જાણો બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

Google Gemini
તમે ગુગલના આ AI ટૂલ દ્વારા પણ ફોટો જનરેટ કરી શકો છો. ગુગલનું આ AI ટૂલ ખૂબ જ શક્તિશાળી છે. મોટા ભાગના લોકો તેને યુઝ કરીને આ ટાઈપના ફોટો બનાવી રહ્યા છે.

Deep AI
AI ટૂલ દ્વારા ગીબલી શૈલીમાં તમે ફોટો બનાવી શકો છો. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટૂલનો ઉપયોગ એનિમેશન દ્વારા સોશિયલ મીડિયા પર તેમની યાદોને શેર કરીને આ ટ્રેન્ડનો ભાગ બનવા માટે કરી શકે છે.