હવામાન વિભાગની આગાહી, આગામી 4 દિવસ રાજ્યમાં ક્યાંક હિટવેવ તો ક્યાંક કમોસમી વરસાદ વરસશે

અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં આજે ક્યાંક હિટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આવતીકાલે હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 એપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 45 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.