ધોની આઉટ થયો તો ગુ્સ્સે થઈ મહિલા ચાહક, વીડિયો થયો રાતોરાત વાયરલ

IPL 2025: રવિવારે રાજસ્થાન અને ચેન્નાઈની મેચ હતી. આ સમયે જ્યારે ધોની આઉટ થઈ ગયો ત્યારે એક ચાહક છોકરી ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: શું ધોની CSK પર બોજ બની રહ્યો છે? ચેન્નાઈના કોચે કહી આ મોટી વાત
સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ધોની એટલો લોકો વચ્ચે લોકપ્રિય છે કે તે કંઈ પણ કરે તે ચર્ચામાં રહે છે. રવિવારે રમાયેલી મેચમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું હતું. જેવો ધોની આઉટ થયો કે તરત એક ચાહક છોકરી ગુસ્સામાં જોવા મળી હતી. આ છોકરી રાતોરાત આઉટ થઈ ગઈ હતી. છોકરીની આ પ્રતિક્રિયા જોઈને લાગે છે કે તે ધોનીની ખૂબ મોટી ચાહક છે.