DC vs SRH: હૈદરાબાદી ખેલાડીઓ સામે કુલદીપે તરખાટ મચાવ્યો, બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા

Kuldeep Yadav: દિલ્હી કેપિટલ્સ Vs સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આજે મેચ રમી રહી છે. દિલ્હીની ટીમે પહેલા બોલિંગ કરી હતી. દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્ક અને કુલદીપ યાદવે બાજી મારી હતી. કુલદીપે પોતાના સ્પેલમાં શાનદાર બોલિંગ કરી અને હૈદરાબાદના બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા હતા.
KULDEEP YADAV IN THIS IPL 2025:
4-0-20-2 vs LSG.
4-0-22-3 vs SRH.– The Best White ball spinner in the World at the Moment. 🫡 pic.twitter.com/7QRLwce1cB
— Tanuj (@ImTanujSingh) March 30, 2025
આ પણ વાંચો: DC vs SRH: દિલ્હી માટે KL રાહુલે ડેબ્યૂ કરતાની સાથે જ તેના નામે આ અનિચ્છનીય રેકોર્ડ બન્યો
કુલદીપના સ્પિનથી હૈદરાબાદનો પરાજય
કુલદીપ યાદવે સ્પિન બોલિંગ વિભાગની જવાબદારી પોતાના ખભા પર લીધી અને હૈદરાબાદ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 બેટ્સમેનોને પેવેલિયન જવા મજબૂર કર્યા હતા. કુલદીપે અભિનવ મનોહર અને પેટ કમિન્સને પેવેલિયન પાછા મોકલ્યા હતા. દિલ્હી માટે સૌથી ઓછા ઇકોનોમી રેટ (5.50) પર રન આપીને 3 વિકેટ લીધી. તેણે કુલ 22 રન ખર્ચ્યા હતા. હૈદરાબાદ 163 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અનિકેત અને ક્લાસેન સિવાય લગભગ બધા જ બેટ્સમેન ફ્લોપ રહ્યા છે.