આ ખેલાડી આઉટ થતાં જ આશિષ નેહરા થયા કોપાયમાન, વીડિયો થયો વાયરલ

Ashish Nehra: ગુજરાત ટાઇટન્સે IPL 2025માં પોતાની પહેલી જીત મુંબઈની ટીમ સામે મેળવી લીધી છે. મુંબઈ ઇન્ડિયન્સને 36 રને હાર આપી હતી. ગુજરાતની ટીમમાં રહેલા ખેલાડીઓ સાઈ સુદર્શન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે ગુજરાતની ટીમના બધા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ મેચની વચ્ચે જ ગુજરાતના મુખ્ય કોચ આશિષ નેહરા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ કે નહેરા આટલા ગુસ્સે કેમ થયા.
આ પણ વાંચો: પ્રતિબંધ બાદ પણ હાર્દિક પંડ્યામાં ન થયો સુધારો, IPL2025ની પહેલી જ મેચમાં કરી દીધી આ ભૂલ
આશિષ નેહરાનો ગુસ્સો કરતો વીડિયો વાયરલ
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં દીપક ચહરે 19મી ઓવર ફેંકી હતી. આ ઓવરના પહેલા જ બોલ પર રાહુલ તેવતિયા રન આઉટ થઈ ગયો હતો. આ પછી બીજા બોલ પર શેરફેન રધરફોર્ડ આઉટ થઈ ગયો હતો. રૂથરફોર્ડ આઉટ થતાં જ ગુજરાતના કોચ આશિષ નેહરાએ ગુસ્સો ગુમાવ્યો હતો. તેમના ચહેરા પર એટલો ગુસ્સો જોવા મળી રહ્યો હતો કે તેનો વીડિયો પણ વાયરલ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની ટીમે IPL 2022નો ખિતાબ જીત્યો હતો.