ગર્લ્સ હોસ્ટેલના ACમાં બ્લાસ્ટ, આગને કારણે 160 વિદ્યાર્થિનીઓ અંદર ફસાઈ; બારીમાંથી કૂદતી જોવા મળી છોકરીઓ

Fire in Girls Hostel: ગ્રેટર નોઈડા જિલ્લાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે સાંજે અહીં સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે આખું કેમ્પસ ધુમાડાથી ભરાઈ ગયું હતું. ફાયર વિભાગની ટીમે અંદર ફસાયેલી 160 વિદ્યાર્થિનીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી. આગ લગભગ એક કલાકમાં કાબુમાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલમાં લાગેલા AC કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે.
#Fire breaks out at a #girls' #hostel in #GreaterNoida. Students jumped to safety, but one girl slipped and injured her leg. pic.twitter.com/TKeZU50RIq
— Akashdeep Singh (@akashgill78) March 28, 2025
AC કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી
ગુરુવારે સાંજે ગ્રેટર નોઇડાના નોલેજ પાર્કમાં સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી હતી. હોસ્ટેલના બીજા માળે એક રૂમમાં લગાવેલ એસી કોમ્પ્રેસર ફાટવાને કારણે ગુરુવારે સાંજે 5:25 કલાકે આગ ફાટી નીકળી હતી. આગને કારણે હોસ્ટેલમાં ધુમાડો ફેલાઈ ગયો. આનાથી વિદ્યાર્થિનીઓમાં ગભરાટ ફેલાયો. બે વિદ્યાર્થિનીઓએ પોતાનો જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદી પડવાની હિંમત પણ કરી. આમાંથી એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે.
#Fire breaks out at a #girls' #hostel in #GreaterNoida. Students jumped to safety, but one girl slipped and injured her leg.
A sudden fire broke out on Tuesday evening at Annapurna Girls' Hostel, located in the Knowledge Park-3 area of Greater Noida, causing panic in the… pic.twitter.com/gHwl4UePub
— Satyaagrah (@satyaagrahindia) March 28, 2025
હોસ્ટેલમાં 160 વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી
માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઇટરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તેઓએ અંદર ફસાયેલી 160 વિદ્યાર્થિનીઓને સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદ્યાર્થીનીઓ આગથી બચવા માટે બારીમાંથી નીચે ઉતરતી જોવા મળે છે. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.