કારેલાની ચરણી ક્યારે ખાધી છે? બનાવો આ રીતે

Bitter Gourd Chutney: કારેલાના ફાયદાઓ વિશે તો તમને ખબર જ હશે. પરંતુ તેને ખાવા ભાવતા નથી. ત્યારે અમે તમારે કારેલાની ચટણીની રેસીપી લઈને આવ્યા છીએ. જે ખાવામાં પણ સારી લાગશે અને ફાયદા પણ મળશે.

આ પણ વાંચો:  આવતીકાલે RR vs KKRનો મુકાબલો, જાણો બંનેનો હેડ ટુ હેડ રેકોર્ડ

આ રીતે બનાવો ચટણી
સૌથી પહેલા તમારે કારેલાને રહેવાના રહેશે. તેને સારી રીતે પાણીથી સાફ કરી દો. તેમાં મીઠું લગાવો તેનાથી કડવાશ દૂર થશે. હવે તેને ફરીથી સાફ કરી કરો. આ પછી એક પેનમાં તેલ લો. આ પછી તમારે લસણ, આદુ, લીલા મરચાં અને તલને પેનમાં ઉમેરો. આ પછી તેને સારી રીત સાંતળો. હવે કડાઈમાં સમારેલા કારેલા ઉમેરો અને તેમાં 5 મિનિટ સુધી શેકો અને પછી હળદર, જીરું પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો. હવે તમારે નારિયેળનું છીણ નાંખો. આ ઠંડા મિશ્રણને મિક્સરમાં નાખો. મિક્સરમાં કોથમીર અને લીંબુનો રસ પણ ઉમેરો. ડાયાબિટીસના દર્દીઓ પણ આ ચટણીનું સેવન કરી શકે છે.