પાલીતાણામાં સ્કૂલવાનના વિધર્મી ડ્રાઈવરે ધોરણ 6માં ભણતી સગીરા સાથે અડપલાં કર્યા

પાલીતાણાની સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચ.મો. વિદ્યાલયમાં ધોરણ 6માં ભણતી 11 વર્ષની સગીરા સાથે સ્કૂલવાનના વિધર્મી ડ્રાઈવરે અડપલાં કરતા ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા ચાર દિવસથી સ્કૂલના ઈકો ગાડીના ડ્રાઇવર જાહિદભાઇ સવારના 6 વાગે લેવા આવે છે. જ્યારે સ્કૂલનો સમય સવારના 07થી 12નો છે. તા.21/03/25ના રોજ પણ જાહિદ કાઝી 06/10 વાગ્યે ઇકો ગાડી લેવા માટે આવતા સગીરા સ્કૂલે ગયેલી હતી. ઘરનું ગુજારન ચાલવવા પતી પણ સવારના 6 વાગ્યા પહેલા નોકરીએ જતા રહે છે અને તે દિવસે નાનો દીકરો અસ્થિર મગજનો હોવાથી તેને સગીરાની માતા નટરાજ સ્કૂલ સરદાર પટેલ કોલેજની બાજુમાં ભાવનગર ખાતે ટ્રેનિંગ માટે લવેલા હતા. સાંજે માતા ઘરે પહોંચતા પીડિત સગીરાએ પોતાની માતાને આપવીતી સંભળાવી હતી.

સવારના 6 વાગે સ્કૂલે જવા માટે સ્કૂલવાનમાં બેસવા ગયેલ ત્યારે ડ્રાઇવર જાહિદએ કહ્યું કે, આગળ બેસી જા તેમ કહેતા હું આગળ બેસી ગયેલ બાદમાં તે ઈકો ગાડીનો ડ્રાઇવર ઇકો ગાડી ચલાવી ઘેટી દરવાજાથી અંદર આગળ ચોકમાં ઈકો ગાડી ઉભી રાખી મારો હાથ પકડી મારા ખંભા ઉપર તેનો હાથ રાખેલ અને મારી છાતિ ઉપર હાથ ફેરવ્ચું. જેથી મેં જાહિદ ડ્રાઇવરને તેવું કરવાની ના પાડી હતી. જેથી જાહિદભાઈ ડ્રાઇવરે સ્કૂલવાન આગળ ચલાવી બીજા બાળકોને બેસાડવાના હોય જેથી ત્યાં ઇકો ગાડી ઉભી રાખી મને પાછળની સીટમાં જતું રહેવાનું કહ્યું હતું.

સમગ્ર વાતની જાણકારી સ્કૂલના આચાર્ય ભરત ડાંગરને કરવામાં આવી હતી. સ્કૂલના ટ્રસ્ટી શાંતિભાઈ મહેતાને જ્યારે વાત કરવામાં આવી ત્યારે શાંતિભાઈ મહેતાએ કહ્યું કે તમે આ વાત દબાવી દો બહાર પાડોમાં તમારી દિકરીની આબરૂ જશે તમે સવારે સ્કૂલે આવજો.

બીજા દિવસે સવારના નવ વાગે સ્કૂલે પહોચતા આચાર્ય ભરત ડાંગરને મળેલા અને ટ્રસ્ટીને સાથે મળવાનું કહેતા ભરત ડાંગરે જણાવેલ કે ટ્રસ્ટી શાંતિલાલ મહેતા આવેલ નથી, જેથી ટ્રસ્ટી સાથે ફોનથી વાત કરતા ટ્રસ્ટીએ કહ્યું કે તમારી દિકરીની બાબત તમો અહીં પુરી કરો અમે જે ડ્રાઇવરને સજા કરવાની હતી તે કરી નાખેલ છે અને તમારી આબરૂ જશે. તમારે જે ફરીયાદ કરવી હોય તે કરી નાખો અમો તમારી સાથે નહીં આવીએ અને તમારી દિકરીને ઈકો ગાડીમાં શું કામ આગળ બેસવું જઈએ તેવું કહવામાં આવ્યું હતું.

ત્યાર બાદ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા આવ્યા ત્યારે પણ સ્કૂલ તરફથી અમોને ફરિયાદ નહીં કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ ફરિયાદ થતા જાહિદ કાઝીને પક્સો હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે.