સાસણ ગીરના ‘ધ ગીર પ્રાઈમ’ રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાયું, કરોડોનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ: સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે. ગીર સોમનાથ LCBને મોટી સફળતા મળી છે. સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલ “ધ ગીર પ્રાઈમ” રિસોર્સમાં આ જુગારધામ ચાલતું હતું. જેમાં 50થી વધુ જુગારીઓ 25 લાખથી વધુની રોકડ સાથે ઝડપાયા છે.

જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી છે. 10થી વધુ કાર સાથે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મહેસાણાના કડીના જુગરીઓ ઝપટે ચડ્યા છે.