હૈદરાબાદની રાજસ્થાન સામે 44 રનથી શાનદાર જીત, ઈશાનની સદીથી બનાવ્યા 286 રન

SRH vs RR IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની શરૂઆત શાનદાર રહી, KKR પહેલી જ મેચમાં RCB સામે 7 વિકેટથી હારી ગયું. આજે એટલે કે 23 માર્ચે, બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવીને સિઝનની મોટી જીત સાથે શરૂઆત કરી.
પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા, જેમાં ઇશાન કિશને 106 રનની અણનમ સદી ફટકારી જ્યારે ટ્રેવિસ હેડે 67 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 242 રન બનાવ્યા, જેમાં સંજુ સેમસને 66 રન બનાવ્યા જ્યારે ધ્રુવ જુરેલે 70 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની છેલ્લી ઓવરોમાં શિમરોન હેટમાયરે 42 રનની ઝડપી ઇનિંગ્સ રમીને હારનો ગાળો ઘટાડવાનો પ્રયાસ કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી સિમરજીત સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી.
હૈદરાબાદે 286 રન બનાવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. સૌથી વધુ સ્કોર પણ SRHના નામે છે. ગયા વર્ષે હૈદરાબાદની ટીમે 287 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: હૈદરાબાદે IPL ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો, રાજસ્થાનને 287 રનનો ટાર્ગેટ આપ્યો