અમદાવાદ RTOને 007 નંબરના 7.30 લાખ રૂપિયા ઉપજ્યા, પસંદગીના નંબરમાં 1.31 કરોડની આવક થઈ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદ RTOમાં એક સિરિઝ બે થી અઢી મહિના ચાલે છે. વાહન માલિકો વ્યક્તિગત ધાર્મિક સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓ વાહન માટે ચોક્કસ પ્રકારનો નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખે છે. વાહન માલિકો પસંદગીના નંબર માટે લાખો રૂપિયા ખર્ચે છે.

પસંદગીના નંબર માટે વાહન માલિકે અરજી કરવાની રહે છે અને અરજી આવ્યા બાદ નંબરની હરાજી થાય છે. જે સૌથી વધુ બોલી લગાવે તેમને નંબર ફાળવવામાં આવે છે. અમદાવાદ આરટીઓમાં સિરિઝ GJ-01 WW ની પુરી થઈ છે. જેમાં પસંદગીના નંબર લેવા માટે 870 વાહન માલિકોએ ભાગ લીધો હતા. પસંદગીના નંબરમાં અમદાવાદ આરટીઓને 1 કરોડ 31 લાખની રૂપિયાની આવક થઈ છે. ગોલ્ડ નંબર મેળવવા માટે અરજદારે 7.30 લાખની બોલી લગાવી હતી જેમાં 007 નંબરને ફાળવવામાં આવે છે.

ટોપ 5 નંબર લાખો રુપિયાની હરાજીમાં ગયા 
0007 નંબર 7 લાખ 30 હજારમાં, જ્યારે 9999 નંબર 6 લાખ 30 હજાર, 0001 નંબર 6 લાખ, 0009 નંબર 5 લાખ 80 હજાર, 0999 નંબર 3 લાખ 20 હજાર, 0011 નંબર 1 લાખ 80 હજાર અને 6000 નંબર 1 લાખ 70 હજારમાં આપવામાં આવ્યા છે. જેના કારણે અમદાવાદ આરટીઓને એક જ સિરિઝના પસંદગીના નંબરમાં 1 કરોડ 31 લાખની રૂપિયાની આવક થઈ છે.