જૂનાગઢમાં મેયર-ડેપ્યૂટી મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર

Junagadh News: જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લાની 6 નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢના નવા મેયર , ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ICC રેન્કિંગમાં વિરાટ કોહલીની મોટી છલાંગ, રોહિતને થયું નુકસાન
જીલ્લાની 6 નગરપાલિકામાં પ્રમુખની વરણી
ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેનાબેન ચુડાસમાં, માંગરોળ નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રિષ્નાબેન કૈલાશભાઈ થાપલિયા, માણાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે જીતુ પનારા, બાંટવા નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનિલ જેઠવાણી, વિસાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે રક્ષાબેન ઉદયભાઈ મહેતા, વંથલી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાકેશ ત્રાંબડીયાની વરણી કરવામાં આવી છે.