GAS કેડરની ભરતી માટેના નિયમોમાં ફેરફાર, હવેથી ગુજરાતી ભાષાના પેપરમાં 25 ટકા જોઈશે

Gujarat Government: GAS કેડરની ભરતી માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ગુજરાતી ભાષાના પેપરમાં 25 ટકા જોઈશે. UPSC પેટર્ન મુજબ મુખ્ય પરીક્ષામાં 6ની જગ્યાએ સાત પ્રશ્નપત્ર રહેશે. પ્રિલિમ્સમાં 200-200 માર્ક્સના બે પેપરને બદલે 300 માર્ક્સનું એક પેપર લેવાશે.

આ પણ વાંચો: આજે ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની થશે નિમણૂંક

ગુજરાતી ભાષાના પેપરમાં 25 ટકા જોઈશે
સરકારની નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં GAS કેડરની ભરતી માટેના નિયમોમાં ફેરફાર કરાયો છે. સરકારી નોકરી મેળવવી છે તો તમારે ગુજરાતી ભાષાના પેપરમાં તમારે 25 ટકા જોઈશએ. UPSC પેટર્ન મુજબ મુખ્ય પરીક્ષામાં 6ની જગ્યાએ સાત પ્રશ્નપત્રની સાથે 200-200 માર્ક્સના બે પેપરને બદલે 300 માર્ક્સનું એક પેપર લેવામાં આવશે.