સગર્ભા મહિલાઓને મળતી યોજના કાગળ પર? રાજ્યમાં જન્મે છે હજારો કુપોષિત બાળકો; વાંચો ચોંકાવનારા આંકડા

અમદાવાદઃ રાજ્યમાં સગર્ભા મહિલાઓ માટે ચાલતી યોજનાઓ માત્ર કાગળ પર જ રહી જતી હોય તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. હજુ પણ રાજ્યમાં જન્મી કુપોષિત બાળકો જન્મી રહ્યા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા આવ્યા સામે છે. વર્ષ 2024માં રોજના 100થી વધુ પીડિયાટ્રિક વિભાગમાં દર્દીઓ સારવાર લે છે.

અસારવા સિવિલમાં ગત વર્ષે 2600થી વધુ દર્દીઓના ઓપરેશન કરવાની ફરજ પડી હતી. જ્યારે સાડા 13 હજાર દર્દીઓને અસારવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી હતી. B12 અને ફોલિક એસિડની દવાઓ સગર્ભા મહિલાઓ સમયસર ન લેતા બાળકોને જન્મથી ગંભીર બીમારીઓથી પીડાય છે.

ભોગ બનનારી માતાઓએ સરકારને જાગૃતતા લાવવા અપીલ કરી હતી. ત્યારે સગર્ભા મહિલાઓને કરોડોનું બજેટ ફાળવવાના દાવા માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવું લાગે છે. સગર્ભા મહિલાઓને સરકારની યોજનાના પૂરતા લાભ ન મળતા હોવાના બોલતા પુરાવા છે.