March 4, 2025

CT 2025: વિરાટે અક્ષર પટેલના પગ કેમ પકડ્યા?

Champions Trophy 2025: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને 44 મેચથી હાર આપી હતી. ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગની સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. આ વચ્ચે એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી મેદાન પર મજાક કરતો અને અક્ષર પટેલના પગ સ્પર્શતો જોવા મળ્યો હતો. આવો જાણીએ કે આવું કેમ કર્યું વિરાટે.

આ પણ વાંચો: રોહિત શર્માએ બનાવ્યા 15 રન છતાં બનાવી લીધો આ સુવર્ણ રેકોર્ડ!

કોહલીએ અક્ષરના પગ પકડ્યા
કોહલીએ અક્ષરના પગ પકડ્યા હોવાનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ હતી કે, અક્ષર પટેલના બોલ પર વિલિયમસન જમીન પર સપાટ પડી ગયો હતો. જેના કારણે કેએલ રાહુલે તેને સરળતાથી સ્ટમ્પ આઉટ કર્યો હતો. કેન વિલિયમસન જ્યારે બેટિંગ કરી રહ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે ન્યુઝીલેન્ડ આ મેચ જીતી જશે. પરંતુ અક્ષરે ફરીથી વિલિયમસનના રૂપમાં ટીમ ઈન્ડિયાને મોટી અપાવી હતી. મેચનું પરિણામ આખું બદલી નાંખ્યું હતું. આ સમયે વિરાટે અક્ષર સાથે મજાક કરી હતી. વિરાટ આ સમયે અક્ષર પટેલના પગને સ્પર્શ કરતો જોવા મળ્યો હતો. જોકે આ સમયે અક્ષરે વિરાટને આવું કરતા અટકાવ્યો અને બંને પીચ પર બેસી ગયા હતા. આ સમયના વીડિયો અને ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.