ભારતની ન્યૂઝીલેન્ડ સામે 44 રનથી શાનદાર જીત, 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમાશે

Champions Trophy 2025: ભારતે ગ્રુપ Aની તેમની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. ગ્રુપ સ્ટેજમાં ભારતનો અજેય સિલસિલો ચાલુ રહ્યો કારણ કે ટીમે ત્રણેય મેચ જીતીને ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું. ભારત હવે 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રુપ Bમાં બીજા સ્થાને રહી છે. જ્યારે બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ 5 માર્ચે લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રેયસ ઐયરની અડધી સદીની મદદથી 50 ઓવરમાં નવ વિકેટે 249 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા કેન વિલિયમસને 81 રન બનાવ્યા, પરંતુ ન્યુઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત માટે વરુણે શાનદાર પ્રદર્શન કર્યું અને 10 ઓવરમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરુણનો આ પહેલો મેચ હતો અને તે ચમકવામાં સફળ રહ્યો.