Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની હવે થશે ખરી કસોટી, 25 વર્ષ પહેલાનો બદલો લેવાની તક

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરી દીધું છે. પરંતુ ટીમ ઈન્ડિયાની હવે ખરી કસોટી શરૂ થશે. છેલ્લી લીગ મેચ બાકી છે આ પછી સેમિફાઇનલમાં વારો આવશે. ટીમ ઈન્ડિયા પાસે વધુ એક આઈસીસી ખિતાબ જીતવાની તક છે. પરંતુ એ માટે ટીમ ઈન્ડિયા માટે આ રસ્તો સરળ નહીં હોય. કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પહેલીવાર તે એક મજબૂત ટીમનો સામનો કરવા જઈ રહ્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 માર્ચે રમાશે મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. આ પછી પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચમાં પણ શાનદાર જીત પ્રાપ્ત કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને ખરાબ રીતે હાર આપી હતી. ભારતીય ટીમ 2 માર્ચે તેની છેલ્લી લીગ મેચ રમશે, આ સમયે ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે રમાશે.
આ પણ વાંચો:સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ ફરી એક વખત ભભૂકી ઉઠી, મેજર કોલ જાહેર
2000 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો
2 માર્ચે ફરી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. તેની તૈયારીઓ દુબઈમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ICC ટુર્નામેન્ટમાં ભારત માટે મુશ્કેલીનું કારણ ન્યુઝીલેન્ડની ટીમ જ બની છે. વર્ષ 2000માં બંને ટીમ આમને સામને આવી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડની ટીમ ચાર વિકેટથી હાર આપી હતી. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોઈ મેચ રમાઈ નથી. ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ જૂની હારનો બદલો લેવાનો મોકો મળશે. આવું કરવાથી સેમિફાઇનલમાં પણ એન્ટ્રી મળશે.