લો બોલો! હર્ષદના દરિયાકિનારે આવેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ, સ્થાનિકોમાં રોષ

દ્વારકાઃ હર્ષદના દરિયાકિનારે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ સિવાય આસપાસથી સ્થાનિકો પણ મંદિરે ભેગા થઈ ગયા હતા.
યાત્રાધામ હર્ષદ ખાતે દરિયાકિનારે આવેલા પૌરાણિક શિવાલયમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું છે. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મશ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એસઆરડી જવાનો મંદિરે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દોઢ વર્ષ પૂર્વે અહીં આ વિસ્તારમાં દરિયાકિનારે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આ એક મંદિર દરિયાકિનારે રહ્યું હતું. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા ભક્તોમાં રોષ ફેલાયો છે.