February 25, 2025

ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના બાદ ખનિજ વિભાગના દરોડા

ગીર સોમનાથ: ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના બાદ ખનિજ વિભાગે દરોડા પાડ્યા છે. કોડીનારના અરીઠીયા ગામે સર્વે નંબર 45 પૈકીવાલી શિકારી જમીનમાં બ્લેક ટ્રેપ ખનીજની મારૂતિ સ્ટોન ક્રશર નામની ક્વોરી લિઝમાં માપણી કરાઈ હતી.

ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ થતી જગ્યામાં લીઝનું એકાઉન્ડ 2017થી લોક કરાયું હતું. છતાં તેમાં ખનન થતું હોવાનું સામે આવ્યું છે. 1.22.393 મેં ટન જથ્થો ગેરકાયદે નિકાસ કરાયાનું સામે આવ્યું છે. 55 કરોડથી વધુના દંડ ફટકારાયો છે.