February 23, 2025

IND vs PAK: રોહિત શર્મા ચાર છગ્ગા ફટકારતાની સાથે જ તોડશે સચિન તેંડુલકરનો આ મહાન રેકોર્ડ

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભવ્ય મુકાબલો આવતીકાલે થવાનો છે. આ મેચમાં રોહિત પાસે સચિનનો રેકોર્ડ તોડવાનો મોકો હશે. આવો જાણીએ આ રેકોર્ડ કયો છે.

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટમાં પણ માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

રોહિત શર્મા 4 છગ્ગા ફટકારતાની સાથે જ ઇતિહાસ રચશે
ટીમ ઈન્ડિયાની આવતીકાલે પાકિસ્તાન સાથે મેચ છે. રોહિત શર્મા 4 છગ્ગા ફટકારતાની સાથે જ ઇતિહાસ રચશે. વનડેમાં પાકિસ્તાન સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતનો ખેલાડી બની જશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે જેમણે પાકિસ્તાન સામે 69 વનડે મેચ રમતા કુલ 29 છગ્ગા ફટકાર્યા છે. રોહિત 26 છગ્ગા સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.