PM નરેન્દ્ર મોદી મોરેશિયસના 57મા સ્વાતંત્ર્ય દિને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, PM ડૉ.નવીનચંદ્રએ આભાર માન્યો

Mauritius: મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામએ નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આભાર વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું કે, આપણા દેશની આઝાદીની 57મી વર્ષગાંઠની ઉજવણીના સંદર્ભમાં મને ગૃહને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, મારા આમંત્રણને માન રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે અતિથિ વિશેષ માટે ઉપસ્થિત રહેવા માટે સંમત થયા છે.
વધુમાં તેમણે કહ્યું કે, મોરેશિયસ દેશ માટે ખરેખર એક વિશિષ્ટ વિશેષાધિકાર છે, આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું આયોજન કરવું જેઓ તેમના ખૂબ જ વ્યસત શેડ્યુલ તેમજ પેરિસ અને યુનાઇટેડ સ્ટેટ્સની તેમની તાજેતરની મુલાકાતો પૂર્ણ કરીને આવ્યા હોવા છતાં આ માટે તેમણે સમય આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીના દિવસે વિશેષ અતિથિ તરીકે અહીં આવવા સંમતિ આપી છે. PM મોદીની મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે.