February 23, 2025

ભારતીય મૂળના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, બન્યા FBIના ડિરેક્ટર

America: ભારતીય મૂળના કાશ પટેલે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને આ પદની જવાબદારી સંભાળી. આ સમારોહ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ સંકુલમાં યોજાયો હતો, જ્યાં તેમને યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ શપથ લેવડાવ્યા હતા.

કાશ પટેલ, ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી ફરિયાદી અને સંરક્ષણ સચિવના ચીફ ઓફ સ્ટાફ, તેમનું પૂરું નામ કશ્યપ પી. પટેલ છે. તેમને યુએસ સેનેટ દ્વારા 51-49 મતથી મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બે રિપબ્લિકન સેનેટરોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નિમણૂકની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ FBIમાં એક ઉત્તમ ઉમેરો થશે.

શપથ ગ્રહણ સમારોહ પછી, કાશ પટેલ તેમની માતા પાસે ગયા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. અમેરિકાની ટોચની ફેડરલ તપાસ એજન્સી, FBI ના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, પટેલે કહ્યું કે આ તેમના માટે ગર્વની વાત છે. “હું અમેરિકન સ્વપ્ન જીવી રહ્યો છું,” . જે કોઈને લાગે છે કે અમેરિકન સ્વપ્ન મરી ગયું છે, તે મારી તરફ જુઓ. તમે પહેલી પેઢીના ભારતીય સાથે વાત કરી રહ્યા છો જે વિશ્વના સૌથી મહાન રાષ્ટ્રની કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આવું બીજે ક્યાંય ન થઈ શકે. હું વચન આપું છું કે FBI ની અંદર અને બહાર જવાબદારી રહેશે.

આ પણ વાંચો: મેં એકપણ રૂપિયો લીધો નથી… ડ્રાઈવર અને કાર પર હુમલા અંગે દેવાયત ખવડે આપ્યું નિવેદન