February 23, 2025

સુરતના રામનગરમાંથી ઝડપાયું ડ્રગ્સ, મહિલા સહિત 4 આરોપીને પોલીસે ઝડપ્યા

Surat: સુરતના રામનગર વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. રામનગર વિસ્તારમાંથી 50.440 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપી ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાવવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે સુરતના રામનગર વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. રામનગર વિસ્તારમાંથી પોલીસે આરોપી પાસેથી 50.440 ગ્રામ ડ્રગ્સ તેમજ રોકડ મળી 6,54,750નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાન આજે 22 ભારતીયોને કરશે મુક્ત, જાણો કેમ હતા જેલમાં બંધ

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલ મહિલા પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. જોકે, મહિલા સહિત અન્ય 2 આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ કેસ નોંધાયા છે. હાલ પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.