February 22, 2025

બોપલ વિસ્તારમાં ચોર સમજીને એક નિર્દોષને માર માર્યો અને યુવકનું સારવાર દરમ્યાન મોત

મિહિર સોની, બોપલ વિસ્તારમાં ચોર સમજીને એક નિર્દોષને માર માર્યો અને યુવકનું સારવાર દરમ્યાન થયું મોત થઈ ગયું. બોપલ પોલીસે યુવકને માર મારનાર 3 શખ્સ વિરુદ્ધ હત્યા અને એટ્રોસીટીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. શું હતી સમગ્ર ઘટના આવો જાણીએ.

ભેગા મળી યુવકને માર માર્યો
બોપલના ધૂમાં વિસ્તારમાં વિભૂષા બંગલો નજીક એક યુવકને ચોરની શંકાએ માર મારતા યુવકનું મોત નીપજ્યું છે. ઈન્દ્રવદન પરમાર નામના યુવકનેને ત્રણ લોકોએ માર મારીને બોપલ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. આ યુવકની મારના કારણે તબિયત લથડી હતી..જેથી વહેલી સવારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. બોપલ પોલીસે કેતન પટેલ, સુભાષ પટેલ અને કંદર્ભ પટેલ વિરુદ્ધ હત્યા અને એટ્રોસીટીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી કેતન પટેલ ફેબ્રીકેશન લોખંડની વસ્તુઓની દુકાન ધરાવે છે. મૃતક ઇન્દ્રવદન પરમાર તેમની દુકાન માંથી 2-3 વાર ચોરી કરતા હોવાની શંકા રાખીને કેતન પટેલ તેના સબંધી સુભાષ અને કંદનએ ભેગા મળી યુવકને માર માર્યો હતો. ઇન્દ્રવદનને માર મારતા તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: મહિલાઓના સીસીટીવી વાયરલ કેસમાં વધુ કલમનો ઉમેરો, પ્રજવલ તેલી મુખ્ય આરોપી

રાઉન્ડઅપ કરીને વધુ પૂછપરછ કરી
પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે મૃતક ઈન્દ્રવદન પરમાર નશાની ટેવ વાળો હતો. અગાઉચોરી કરી હોઇ શકે છે. જેથી આરોપી કેતન પટેલ કહેવું છે કે વારંવાર મૃતક દુકાન માંથી સળિયા કે લોખંડ ની પાઈપ ની ચોરી કરતો હતો. ત્યારે શુક્રવાર ની સવારે ઈન્દ્રવદન પરમાર દુકાન પર ચોરી કરી આવી રહ્યો હોવાની શંકા એ વોચ રાખી ને આરોપીઓ બેઠા હતા એ દરમિયાન મૃતક ત્યાંથી પસાર થયો અને તેને પકડી ને ઢોર માર મારવા માં આવ્યો હતો..જેમાં ગંભીર ઇજાઓ સાથે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ટીંગાટોળી કરી આરોપીઓ લઈ ને આવ્યા હતા જેના થોડા સમય માં જ આરોપી ની પોલીસ સ્ટેશન ખાતે તબિયત લથડી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ઇન્દ્રવદન પરમારને હાજર ડોકટરે મૃત જાહેર કર્યો હતો. બોપલ પોલીસે બનાવ ના સ્થળ ની આસપાસ ના સીસીટીવી ફૂટેજ તપાસવા ની શરૂવાત કરી છે. જેનાથી સમગ્ર બનાવ કરી રીતે બન્યો એ જાણી શકાય ત્યારે ઇન્દ્રવદન પરમારનું મોત થઈ જતા હત્યા ની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરીને આરોપીઓને રાઉન્ડઅપ કરીને વધુ પૂછપરછ કરી છે.